તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
વણઝર ગામના હનુમાન ફળિયાંનું નાળુ પાંચેક વર્ષથી જોખમી છતાં તંત્રની ઊંઘ ઊડતી નથી
આ નાળા પરથી દરરોજ લગભગ ૭૦૦ જેવા લોકો જોખમ સાથે પસાર થાય છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલ વણઝર ગામના હનુમાન ફળિયાંનું નાળુ તૂટેલી હાલતમાં જોખમી હોય તંત્ર આ બાબતને ગંભીરતાથી લે તેવી માંગ ઉઠી છે
જાણવા મળ્યા મુજબ વણઝર ગામના હનુમાન ફળિયાં ખાતે આવેલ નાળુ લગભગ પાંચેક વર્ષથી જર્જરિત અને જોખમી હાલત માં છે આ નાળા પરથી દરરોજ લગભગ ૭૦૦ જેવા લોકો અવર જવર કરે છે આ લોકોની અવર જવર જોખમી કહી શકાય માટે જો ક્યારેક કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ..? તેવા સવાલ ગ્રામજનો કરી રહ્યા છે, ગ્રામજનો નું કહેવું છે કે તંત્રના અધિકારીઓ આ જોખમી નાળાને ગંભીરતાથી લઈ નવું નાળુ બનાવી આપે તો ૭૦૦ જેવા લોકોના માથેથી જોખમ ઓછું થાય
ખાસ કરીને બાઇક કે અન્ય વાહનો લઈને જતા લોકો માટે આ નાળુ વધારે જોખમી હોય હાલ વરસાદની ઋતુમાં ક્યારેક ભારે વરસાદમાં આ નાળુ વધુ જોખમી હોય લોકો ગભરાટના માર્યા પણ મજબૂરીમાં આ નાળા પરથી અવર જવર કરી રહ્યા છે. માટે તંત્ર આ મુદ્દે તાત્કાલિક નાળુ બનાવે તેવી માંગ ઉઠી છે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
