<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

ચીકાલી ગામે ઘર પાછળ ના વાડા બાબતે દંપતી એ હુમલો કરતા નોંધાઈ ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા ચીકાલી ગામમાં વાડા બાબતે દંપતી એ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે

     પ્રાપ્ત માહિતી અનુસાર ક્રમાનસીંગભાઇ ધોળીયાભાઈ તડવી (રહે. ચીકાલી ભાથીજી ફળીયુ)  નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના ઘરે હાજર હતા તે વખતે
અમરસીંગભાઇ ગોકુળીયાભાઇ તડવી નાઓ કમાનસિંગ ભાઈ ના ઘરના આંગણામાં જઈ તેમને કહેવા લાગેલ કે તારા ઘરની પાછળનો વાડો મને ખેતી કરવા માટે આપજે તેમ કહેતા તેમણે જણાવેલ કે આ મારો વાડો છે હું આપવાનો નથી તેમ કહેતા અમરસીંગભાઇ નાએ તેમને ગમે તેમ મા બેન સમાનની ગાળો બોલી તેના ઘરે જતો રહેલ ત્યારબાદ રાત્રીના સાડા બાર વાગ્યાના અરસામા અમરસિંગભાઈ હાથમા ડંડો લઇને તથા તેમના પત્ની  સુકીબેન અમરસીંગભાઈ તડવી નાઓ ત્યાં જઈ ગાળો બોલી ડંડા વડે તેમને માથામા ઉપરના ભાગેલ બે સપાટા મારી દેતા ચામડી ફાટી લોહી નીકળી ઇજા કરી તથા એક સપાટો જમણા હાથે કોણીથી નીચેના ભાગે તથા ડાબા પગે ઘૂંટણના ભાગે મારી ઇજા પહોંચાડી તથા ડંડાનો એક સપાટો માથાના ભાગે મારવા જતા ફરી.એ બચાવ માટે ડાબો હાથ ઉંચો કરી ડંડો પકડવા જતા ડાબા હાથની છેલ્લી આંગળીમા વાગી જતા ફેકચરની ઇજા પહોંચાડી બન્ને આરોપીઓએ ફરી.ને ગમે તેમ મા બેન સમાનની ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય સાગબારા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:43 PM IST)