તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
હવે આંગણવાડી વર્કર્સને ચૂકવા પડશે રૂ.24,800 અને હેલ્થ વર્કર્સને રૂ .20,300 વેતન: ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે સિંગલ જજના નિર્ણયને માન્ય રાખતા રાજ્ય સરકારને આ ચૂકવણી તાત્કાલિક અસરથી શરૂ કરવાનો આદેશ આપ્યો

અમદાવાદ : આંગણવાડી વર્કર્સ અને હેલ્થ વર્કર્સના વેતન અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેના કારણે લાંબા સમયથી લડી રહેલા આંગણવાડી કર્મચારીઓને મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આંગણવાડી વર્કર્સને 24,800 રૂપિયા અને આંગણવાડી હેલ્થ વર્કર્સને 20,300 રૂપિયા વેતન ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો વર્ષ 2024માં સિંગલ જજ દ્વારા આપવામાં આવેલા હુકમ સામે રાજ્ય સરકારે કરેલી અપીલ પર આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આંગણવાડી વર્કર્સને 24,800 રૂપિયા અને આંગણવાડી હેલ્થ વર્કર્સને 20,300 રૂપિયા વેતન ચૂકવવાનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સિંગલ જજના નિર્ણયને માન્ય રાખતા રાજ્ય સરકારને આ ચૂકવણી તાત્કાલિક અસરથી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ મુજબ, રાજ્ય સરકારે આ વધેલા વેતનની ચૂકવણી 1 એપ્રિલ, 2025થી શરૂ થતા નાણાકીય વર્ષથી કરવાની રહેશે. આ ઉપરાંત કોર્ટે સરકારને 6 મહિનાની અંદર આ નિર્ણયનો અમલ કરવા અને ચૂકવણી શરૂ કરવા માટે પણ આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ ચૂકવણી રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી અથવા રાજ્ય સરકાર એકલા હાથે પણ કરી શકે છે.
આંગણવાડી વર્કર્સ અને હેલ્થ વર્કર્સ છેલ્લા ઘણા સમયથી પોતાના વેતનમાં વધારો કરવા માટે આંદોલનનો માર્ગે વળ્યા હતા. આંગણવાડી વર્કર્સની માંગણી હતી કે તેમને સરકારી કર્મચારીઓ જેવો દરજ્જો આપીને યોગ્ય વેતન ચૂકવવામાં આવે... આ ચુકાદો તેમના સંઘર્ષની જીત સમાન ગણાઇ રહ્યો છે અને તે તેમના કાર્યને યોગ્ય સન્માન આપવા તરફનું એક મહત્વનું પગલું ગણી શકાય છે. આ નિર્ણયથી હજારો આંગણવાડી કર્મચારીઓને આર્થિક સુરક્ષા મળશે અને તેમના જીવનધોરણમાં સુધારો લાવવા મદદરૂપ થશે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
