<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

મોડાસાના ચોપડા ગામ નજીક એક સ્કૂલ બસ પલ્ટી ખાઈ જતા 30 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજા

સામેથી આવી રહેલા વાહનને સાઇડ આપવા જતાં બસનો ડ્રાઈવર સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો અને બસ પલટી મારી ગઈ

અરવલ્લી જિલ્લાના મોડાસાના ચોપડા ગામ નજીક એક મોટી દુર્ઘટના બની છે. શ્રી આદર્શ વિદ્યાલયની લીંભોઈથી આવતી એક સ્કૂલ બસ પલટી મારી ગઈ છે. આ ઘટનામાં બસમાં સવાર આશરે 30 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, સામેથી આવી રહેલા વાહનને સાઇડ આપવા જતાં બસનો ડ્રાઈવર સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો અને બસ પલટી મારી ગઈ હતી. ઘટના બાદ તાત્કાલિક ઘાયલ વિદ્યાર્થીઓને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે, કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

(11:32 PM IST)