તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
હિંમતનગર-વિજાપુર વચ્ચે એક જર્જરિત બ્રિજ પર પીકઅપ ડાલું બેરિયર સાથે અથડાતા અકસ્માત
ડાલાના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી: આ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં, પાલન થતું નથી

હિંમતનગર-વિજાપુર વચ્ચે આવેલા એક જર્જરિત બ્રિજ પર અકસ્માત સર્જાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક પીકઅપ ડાલું બેરિયર સાથે અથડાતા આ અકસ્માત થયો હતો, જેમાં ડાલાના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં, તેનું પાલન થતું ન હોવાથી આ પ્રકારના અકસ્માતો વારંવાર બની રહ્યા છે. સ્થાનિક લોકોએ તંત્ર પાસે માંગ કરી છે કે આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર તાત્કાલિક બંધ કરાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
