તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Thursday, 21st August 2025
રાજ્યના ૩૩ જીલ્લાના ૨૨૬ તાલુકાઓમાં ઝરમર થી ૧૩ ઇંચ સુધીનો ભારે વરસાદ
શ્રાવણ માસમાં સરવળાને બદલે ધુંઆધાર બેટિંગ કરતા મેઘરાજા

ગણદેવી ૯.૫ ઇંચ, કપરાડા ૮.૫ ઇંચ, ચીખલી ૮ ઇંચ, ડોલવણ ૬.૫ ઇંચ, નવસારી, જલાલપોર અને ખેરગામ ૬ ઇંચ, પારડી ૫.૫ ઇંચ અને વાપી ૫ ઇંચ વરસાદઃ ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને ૩૩૫ ફૂટ નજીકઃ સંઘ પ્રદેશના સેલવાસમાં પણ ભારે વરસાદઃ મધુબન ડેમની જળસપાટી ૭૫.૨૫મીટર પર પહોંચી, ડેમના ૮ દરવાજા ખોલાયા
(જીતેન્દ્ર રૂપારેલિયા)વાપીઃ પવિત્ર શ્રાવણ માસના અંતીમ દિવસોમાં મેઘરાજા કેટલાય વિસ્તારોમાં મન મુકીને વરસી રહ્યા છે, ભારે વરસાદને પગલે વાપી, વલસાડ, બીલીમોરા, ચીખલી અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં જનજીવન ખોરવાયું છે, ૮૦ થી વધુ રસ્તા ઓ અવરોધયા છે, કોઝ્વે ઉપર પણ પાણી ફરી વળ્યા છે,એટલું જ નહીં, ભારે વરસાદ અને ઉપરવાસ ની પાણીની આવકને પગલે બંધો અને જળાશયોની જળસપાટી સતત વધી રહી છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જીલ્લા ના ૨૨૬ તાલુકાઓમાં ઝરમર થી ૧૩ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે, દક્ષિણ ગુજરાતના મહત્વ ના એવા ઉકાઇ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે સતત વધીને ૩૩૪.૯૧ ફૂટે પહોંચી છે, ડેમમાં ૧૨૫૭૭૨ ક્યુસેક પાણી ના ઈન્ફલો સામે ૧૨૫૭૭૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છ, અત્રે ઉલ્લેખનીય છે કે ઉકાઇ ડેમ ની હાલની રુલ લેવલ જળસપાટ ૩૪૫ ફૂટ છે.
જ્યારે દમણગંગા નદીના મધુવન ડેમ ની જળસપાટી આજે સવારે ૯ કલાકે સતત વધીને ૭૫.૨૫ મીટર ઉપર પહોંચી છે ડેમમાં ૪૪૧૦૦ ક્યુસેક પાણીના ઈન્ફલો સામે ૪૫૧૫૮ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના ૮ દરવાજા ૧.૨૦ મીટર ખોલવાની તંત્રને ફરજ પડી છે.
ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો ગણદેવી ૨૩૪ મીમી, કપરાડા ૨૧૦ મીમી, ચીખલી ૨૦૪ મીમી, ડોલવણ ૧૬૮ મીમી, નવસારી ૧૫૭ મીમી, જલાલપોર ૧૫૨ મીમી, ખેરગામ ૧૫૧ મીમી, વરસાદ નોંધાયો છે.
જ્યારે પારડી ૧૩૭ મીમી, વાપી ૧૩૦ મીમી, ઉમરગામ ૧૨૭ મીમી, મહુવા ( સુરત ) ૧૨૬ મીમી, ધરમપુર અને વ્યારા ૧૨૫ મીમી, વાંસદા ૧૨૩ મીમી, વાલોડ ૧૧૯ મીમી, મહુધા ૧૧૧ મીમી, લુણાવાડા ૧૧૦ મીમી, માંગરોળ (સુરત) ૧૦૯ મીમી, વીરપુર (મહીસાગર) ૧૦૬ મીમી, કામરેજ ૧૦૪ મીમી, અને નેત્રંગ ૧૦૧ મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ઉમરપાડા ૯૮ મીમી, વઘઇ અને પલસાણા ૯૫ મીમી, સોનગઢ ૯૨ મીમી, સુરત સિટી ૮૪ મીમી, બાલાસિનોર ૭૯ મીમી, વલસાડ અને ધનસુરા ૭૮ મીમી, બાયડ ૭૬ મીમી, આહવા ૭૪ મીમી, બારડોલી ૭૧ મીમી, ડેડીયાપાડા ૭૦ મીમી, ચોરાશી ૬૮ મીમી, વાલીયા અને નડિયાદ ૬૨ મીમી, સુબીર અને શહેરા ૬૦ મીમી, લખપત ૫૪ મીમી, કઠલાલ ૫૩ મીમી, વરસાદ નોંધાયો છે. તથા માંડવી ૪૭ મીમી, બોરસદ ૪૫ મીમી, ડીસા ૪૩ મીમી, ખાનપુર ૪૨ મીમી, પેટલાદ ૪૦ મીમી, પાલનપુર ૩૭ મીમી, અબડાસા ૩૬ મીમી, આણંદ અને નિઝર ૩૫ મીમી, મેઘરજ અને લખાની ૩૪ મીમી, ભરૂચ ૩૨ મીમી, ગાંધીધામ અને નાંદોદ ૩૧ મીમી, સાગબારા ૩૦ મીમી, અંજાર ૨૯ મીમી, કરજણ, કડાણા અને ઉછાલ ૨૭ મીમી, અને ઝઘડિયા ૨૫ મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્ય ના ૭૧ તાલુકાઓમાં ૧ મીમી થી લઈને ૨૪ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે, આજે સવાર થી મેઘરાજા નરમ પડ્યાનુ જણાય છે.(૪૦.૩૧)
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
