News of Thursday, 21st August 2025
ગાંધીનગર કમલમ ખાતે આજે બોલાવવામાં આવેલી ભાજપના ધારાસભ્યોની બેઠક રદ
ભાજપના અમુક ધારાસભ્યોને આજની બેઠક ગઈકાલે રદ કરી ત્યા સુધી આમંત્રણ પણ નહોતુ મળ્યુ ?

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૧: ગાંધીનગર કમલમ ખાતે ભારતના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખો અને પદાધિકારીઓની આજે બોલાવવામાં આવેલ બેઠક રદ કરી દેવામાં આવી છે.
આ બેઠક રદ થવા પાછળનું સત્તાવાર કારણ સામે આવ્યું નથી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ધારાસભ્યો પોતાના વિસ્તારમાં રહીને અતિવળષ્ટિની સ્થિતિમાં સ્થાનિક તંત્ર સાથે જોડાઈ મદદરૂપ થઈ શકે તે માટે આજની બેઠક રદ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખની છે કે આજની આ બેઠક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫ માં જન્મ દિવસની ઉજવણી અંગેના કાર્યક્રમના આયોજન માટે બોલાવવામાં આવી હતી ભાજપ દ્વારા આગામી ત્રીજી સપ્ટેમ્બરથી ૧૭મી સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં સેવાકીય પ્રકલ્પો દ્વારા જન્મ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હોય જે અંગે બેઠક બોલાવવામાં આવી હતી જોકે ભાજપના અમુક ધારાસભ્યોને કાલે આ બેઠક રદ કરવામાં આવી એ બેઠકનું આમંત્રણ પણ કાલ સુધી નહોતું મળ્યું.(૨૩.૧૦)
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
