<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

ધારાસભ્‍યોની નારાજગી ત્‍વરિત દૂર કરવી

ધારાસભ્‍યોના યોગ્‍ય પ્રશ્‍નોનો તાત્‍કાલિક નિકાલ કરવા જે તે વિભાગને સૂચના આપી ઝડપથી કામ પૂરા કરવા

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૧ : આરોગ્‍ય મંત્રીની ચેમ્‍બરમાં મળેલ મંત્રીશ્રીઓની બેઠકમાં ઘણા ધારાસભ્‍યો તેમના યોગ્‍ય પ્રશ્‍નોનું નિરાકરણ આવતું ન હોય નારાજ છે તેવા ધારાસભ્‍યો સાથે બેઠક કરી જે તે વિભાગમાં તેમના વિસ્‍તારના યોગ્‍ય કામો ઝડપથી પુરા કરવા સંકલન કરી ધારાસભ્‍યોની નારાજગી દૂર કરવાનું પણ બેઠકમાં નક્કી થયું હોવાનુ જાણવા મળ્‍યુ છે.

ઉલ્લેખનીય છે કે ભાજપના જ અમુક ધારાસભ્‍યોએ પ્રજાના કામો નથી થતા તેવા જાહેરમાં બળાપા કાઠયા હોય સરકારની છબી ખરડાતી હોય આવુ ના બને એ માટે ધારાસભ્‍યોના કામોનો બને ત્‍યા સુધી ઝડપી નિકાલ કરવાનુ પણ બેઠકમાં નક્કી થયુ છે.

(11:34 AM IST)