તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st August 2025
સુરત એરપોર્ટ ઉપરથી રૂપિયા 14 કરોડની કિંમતના હાઇડ્રોપોનિક ગાંજા સાથે રાજસ્થાની યુવક ઝડપાયો
બેંગકોકથી આવેલા જયપુર ખાતે રહેતો એઝાઝ નામના યુવકને અટકાવ્યો :ચકાસણી દરમિયાન તેના બેગમાંથી 14 કિલોનો હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો મળ્યો

સુરત એરપોર્ટ ઉપરથી રૂપિયા 14 કરોડની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજા સાથે એક યુવક ઝડપાયો છે. સુરત DRI એ બાતમીના આધારે કસ્ટમના અધિકારીઓએ બેંગકોકથી આવેલા રાજસ્થાનના યુવકને અટકાવ્યો હતો. રાજસ્થાનના જયપુર ખાતે રહેતો એઝાઝ નામનો યુવક સુરત ફ્લાઇટમાં આવ્યો હતો.
સુરત DRIની બાતમીના આધારે એરપોર્ટ પર સ્થિત કસ્ટમ અધિકારીઓએ તેની ચકાસણી કરી હતી. આ ચકાસણી દરમિયાન તેના બેગમાંથી 14 કિલોનો હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ હાઇડ્રોપોનિક ગાંજાનો એઝાઝ એરપોર્ટ બહાર જ કોઈક વ્યક્તિને આપવાનો હતો. જેની ઓળખ માટે DRI દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
