News of Thursday, 21st August 2025
પથ્થરની ખાણ મેળવવા ખોટા કચેરીમાં દસ્તાવેજ રજૂ કરાતા ભાજપના પૂર્વ કાર્યાલય મંત્રી સહિત ત્રણ શખ્શો સામે ફરિયાદ
હિંમતનગર ખાણ ખનીજ કચેરીમાં એન્વાયરમેન્ટ ક્લીયરન્સનું બનાવટી સર્ટી રજૂ કર્યું:હિન્દુસ્તાન સ્કાઉટ ગાઈડના પૂર્વ સ્ટેટ કમિશ્નર તરીકે ઓળખ આપતા અતુલ સોમપુરા સામે ફરિયાદ નોંધાઈ

સાબરકાંઠામાં ભૂસ્તરશાસ્ત્રીની કચેરીમાં ખોટા દસ્તાવેજ રજૂ કરાતા, ભાજપના પૂર્વ કાર્યાલય મંત્રી સહિત ત્રણ શખ્શો સામે ફરિયાદ નોંધાઈ છે. હિન્દુસ્તાન સ્કાઉટ ગાઈડના પૂર્વ સ્ટેટ કમિશ્નર તરીકે ઓળખ આપતા અતુલ સોમપુરા સામે ફરિયાદ નોંધાઈ છે. ભાજપનો પૂર્વ જિલ્લા કાર્યાલય મંત્રી રહી ચૂક્યો છે અતુલ સોમપુરા. અતુલ સોમપુરા સહિત ત્રણ શખ્શો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
હિંમતનગર ખાણ ખનીજ કચેરીમાં એન્વાયરમેન્ટ ક્લીયરન્સનું બનાવટી સર્ટી રજૂ કર્યું હતું. ખોટા દસ્તાવેજ આધારે સવગઢમાં પથ્થરની ખાણ શરુ કરવા બનાવટી સર્ટી રજૂ કર્યુ હતું. નકલી સર્ટી જાણમાં આવતા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. અતુલ સોમપુરા, સંજય વણઝારા અને રાજ ગોસ્વામી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
