તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 21st August 2025
બનાસ ડેરી તેના પશુપાલક સભ્યોને કુલ ₹2909.08 કરોડનો ઐતિહાસિક ભાવફેર ચૂકવશે : ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની સભામાં જાહેરાત
ભાવફેરની રકમમાંથી બનાસ ડેરી દ્વારા સીધો ₹2131.68 કરોડનો ભાવફેર ચૂકવાશે, દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ₹778.12 કરોડનો ભાવફેર ચૂકવાશે

અમદાવાદ તા.૨૧ ;ગુજરાતની અગ્રણી અને એશિયાની સૌથી મોટી ડેરી સહકારી મંડળી બનાસ ડેરી દ્વારા તેની 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સભામાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બનાસ ડેરી તેના પશુપાલક સભ્યોને કુલ ₹2909.08 કરોડનો ઐતિહાસિક ભાવફેર ચૂકવશે, જેનાથી પશુપાલકોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
આ ભાવફેરની રકમમાંથી બનાસ ડેરી દ્વારા સીધો ₹2131.68 કરોડનો ભાવફેર ચૂકવવામાં આવશે, જ્યારે દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ₹778.12 કરોડનો ભાવફેર ચૂકવાશે. આ રીતે કુલ ₹2909.8 કરોડનો કુલ નફો પશુપાલકોને મળશે. ગત વર્ષે ચૂકવાયેલા ₹1973.79 કરોડના ભાવફેરની સરખામણીએ આ વર્ષે ભાવફેરની રકમમાં મોટો વધારો થયો છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
