તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 21st August 2025
કોન્ટ્રાક્ટ કર્મચારીઓના હિતમાં મોટો ચુકાદોઃ એચ.ડી.એફ.સી.
બેંકે ૧૦% વ્યાજ સાથે એરિયર્સ ચૂકવવા પડશે

અમદાવાદઃ એચ.ડી.એફ઼સી. બેંકના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે કલકત્તા હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મળતા એલાઉન્સીસ એકાએક બંધ કરવાના મામલે થયેલા ઔદ્યોગિક વિવાદમાં, કોર્ટે બેંકની દલીલોને ફગાવી દઈને ઔદ્યોગિક અદાલતના ચુકાદાને માન્ય રાખ્યો છે. આ ચુકાદા મુજબ, બેંકે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ૧૦% વ્યાજ સહિત તમામ બાકી એલાઉન્સીસ (એરિયર્સ) છ સપ્તાહમાં ચૂકવી આપવા પડશે. જો બેંક આ સમયમર્યાદા ચૂકી જશે, તો એરિયર્સની રકમ પર ૧૮% વ્યાજ લાગુ પડશે.
ઔદ્યોગિક વિવાદઃ આ કેસ ૨૦૧૫થી ચાલી રહ્યો હતો. ઔદ્યોગિક અદાલતે બેંકને તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને બંધ કરાયેલા એલાઉન્સીસ ચૂકવી આપવા આદેશ કર્યો હતો. આ ચુકાદા સામે એચ.ડી.એફ઼સી. બેંકે કલકત્તા હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
બેંકની દલીલોઃ બેંકે દલીલ કરી હતી કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સાથે તેમનો સીધો માલિક અને નોકર'નો સંબંધ નથી, તેથી ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭' ની કલમ ૯-એ નો ભંગ થતો નથી. બેંકે એ પણ કહ્યું હતું કે 'કોન્ટ્રાક્ટ લેબર એક્ટ, ૧૯૭૦'ની કલમ-૨૧(૪) મુજબ પ્રિન્સિપલ એમ્પ્લોયર તરીકે બેંક જવાબદાર છે તેવું તારણ ભૂલ ભરેલું છે.
હાઈકોર્ટનો ચુકાદોઃ જાસ્ટિસ સામ્યા દત્ત (પૌલ) એ બેંકની તમામ દલીલોને ફગાવી દીધી. કોર્ટે જણાવ્યું કે બેંક શરૂઆતથી જ આ એલાઉન્સીસ ચૂકવતી હતી અને તેને પગાર વધારા સાથે જોડીને એકાએક બંધ કરી શકાય નહીં. કોર્ટે માન્યું કે આ કાર્યવાહી ઔદ્યોગિક વિવાદ ધારો, ૧૯૪૭ની કલમ ૯-એનો ભંગ છે. વધુમાં, કોર્ટે કોન્ટ્રાક્ટ લેબર એક્ટ, ૧૯૭૦ની કલમ ૨૧(૪) મુજબ મૂળ માલિક તરીકે બેંકની જવાબદારી સ્વીકારી.
આર્થિક અસરઃ ચુકાદા મુજબ, એચ.ડી.એફ઼સી. બેંકે છ સપ્તાહમાં ૧૦% વ્યાજ સહિત તમામ એરિયર્સની રકમ ચૂકવવી પડશે. જો ચૂકવવામાં કસૂર થશે તો વ્યાજનો દર ૧૮% થઈ જશે. બેંક આ રકમ પછીથી કોન્ટ્રાક્ટરો પાસેથી વસૂલ કરી શકશે. આ ચુકાદો કોન્ટ્રાક્ટ કર્મચારીઓના અધિકારો માટે એક સીમાચિホરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે મૂળ માલિક (પ્રિન્સિપલ એમ્પ્લોયર) કોન્ટ્રાક્ટર દ્વારા નિયુક્ત કર્મચારીઓના હિતો માટે પણ જવાબદાર છે.
(અહેવાલઃ હસુભાઈ દવે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય મજદૂર સંઘ મો. ૯૯૭૮૪૪૫૭૨૦)
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
