News of Friday, 22nd August 2025
મહીસાગરના બાલાસિનોરમાં વિદ્યાર્થી પર છરી વડે હુમલો : પોલીસ તપાસ શરૂ
ધોરણ 8માં ભણતા એક વિદ્યાર્થીને છરીના ઘા મારીને ઈજા પહોંચાડી : શાળા છૂટ્યા બાદ તરત જ શાળાની બહાર ઘટના

મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં તળાવ દરવાજા પાસે એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીએ છરી વડે હુમલો કર્યો છે. આ ઘટના શાળા છૂટ્યા બાદ તરત જ શાળાની બહાર બની હતી. મળતી માહિતી મુજબ, ધોરણ 8માં ભણતા એક વિદ્યાર્થીને છરીના ઘા મારીને ઈજા પહોંચાડવામાં આવી છે. હુમલાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. બાલાસિનોર ટાઉન પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શાળાઓની આસપાસ વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેમના વર્તનને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
