<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

સાવલી કોર્ટનો મહત્વનો નિર્ણય: બે જૂથના મારામારી કેસમાં તમામ 47 આરોપીઓને જેલ હવાલે કરાયા

કોર્ટે 2021માં થયેલી મારામારીના એક કેસમાં બંને પક્ષના તમામ 47 આરોપીઓને જેલમાં મોકલવાનો આદેશ કર્યો

વડોદરા જિલ્લાની સાવલી એડિશનલ સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે 2021માં થયેલી મારામારીના એક કેસમાં બંને પક્ષના તમામ 47 આરોપીઓને જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. આ ઘટના 2021માં બે જૂથો વચ્ચે મારામારીને કારણે બની હતી, જેના પગલે તમામ 47 લોકો સામે રાયોટિંગની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં તમામ આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા, પરંતુ કોર્ટની સુનાવણી દરમિયાન કેટલાક આરોપીઓ વારંવાર ગેરહાજર રહેતા હતા. આ મામલાને ગંભીરતાથી લઈને કોર્ટે દસ દિવસ પહેલાં જ તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. પરંતુ, બે આરોપીઓ ગેરહાજર રહેતા કોર્ટે આક્રમક વલણ અપનાવ્યું. કોર્ટે નિયમોનું પાલન ન કરનાર આરોપીઓ અને તેમના જામીનદારો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે તમામ 47 આરોપીઓને જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. આ નિર્ણય ન્યાયિક પ્રક્રિયામાં બેદરકારી દાખવનાર આરોપીઓ માટે એક કડક ચેતવણી છે.

(12:27 AM IST)