હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 22nd August 2025
મહિસાગરના લુણાવાડામાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ સાથે દાદાગીરી: કુખ્યાત આરોપી નાસીરની અટકાયત
-દબાણ હટાવાની કામગીરી દરમિયાન નાસીર અરબ ત્યાં પહોંચ્યો હતો અને ટીમને ધમકાવી

મહિસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં ગેરકાયદેસર દબાણ હટાવવા ગયેલી નગરપાલિકાની ટીમ સાથે કૂખ્યાત નાસીર અરબ દ્વારા દાદાગીરી કરવામાં આવી છે. નાસીર અરબે નપાની ટીમને પોતાની કામગીરી કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી શહેરમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવીને ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન નાસીર અરબ ત્યાં પહોંચ્યો હતો અને ટીમને ધમકાવી હતી.
નાસીર અરબ ભૂતકાળમાં જુગાર અને મટકા જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને નાસીર અરબની અટકાયત કરી છે. પોલીસે કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ ઘટનાએ શહેરમાં દબાણ માફિયાઓનો આતંક ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
