News of Friday, 22nd August 2025
અરવલ્લીના માલપુરમાં CCTV મુદ્દે વિરોધ: ધરણા પર બેઠેલા વાલ્મીકિ સમાજના પ્રમુખની અટકાયત
લાલજી ભગતે દલીલ કરી હતી કે જ્યાં સુધી તેમની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી CCTV લગાવવા ન જોઈએ.

અરવલ્લી જિલ્લાના માલપુર શહેરમાં CCTV કેમેરા લગાવવાના મુદ્દે વિવાદ સર્જાયો છે. વાલ્મીકિ સમાજના પ્રમુખ લાલજી ભગતએ આ પગલાનો વિરોધ કરતા રસ્તા પર બેસીને ધરણા કર્યા હતા. લાલજી ભગતે દલીલ કરી હતી કે જ્યાં સુધી તેમની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી CCTV લગાવવા ન જોઈએ. તેમણે તો ત્યાં સુધી ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની વાત ન સાંભળવામાં આવે તો તેઓ અન્ન-જળનો ત્યાગ કરશે. વિરોધ વધુ ઉગ્ર બને તે પહેલા જ પોલીસે લાલજી ભગતની અટકાયત કરી હતી. આ ઘટનાએ શહેરમાં તણાવનો માહોલ સર્જ્યો છે.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
