<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ભાજપ ચૈતર વસાવાને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે પ્રયાસો કરી રહી છે: કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાનો આરોપ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને રાજકારણ ગરમાયું

અમદાવાદ : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ભાજપ ચૈતર વસાવાને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે પ્રયાસો કરી રહી છે. સુખરામ રાઠવાએ આ મામલે સરકારની નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "ચૈતર વસાવાને જામીન મળ્યા નથી, જ્યારે બીજી તરફ દેવાયત ખવડ જેવા આરોપીને સરળતાથી જામીન મળી જાય છે." રાઠવાના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ આરોપ-પ્રત્યારોપથી ગુજરાતનું રાજકારણ વધુ રોમાંચક બન્યું છે

 

(12:44 AM IST)