News of Friday, 22nd August 2025
રાજપીપળાના કાલિકા માતાના મંદિર પાસે બનતી આર .એસ. રેસીડેન્સીના વિવાદ નો સુખદ અંત
નર્મદા જીલ્લા કલેક્ટરને બજરંગદળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની આગેવાનીમા સ્થાનિક લોકોએ આવેદન પત્ર આપ્યું : મંદિર તરફ થોડી જગ્યા છોડવા, ગેટ બનાવવા સહિત સ્થાનિકોની અન્ય માગણીઓ સાથે જમીન માલિકો સંમત થતા સમસ્યા અને વિવાદનો અંત

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળાના પ્રસિદ્ધ કાલિકા માતાના મંદિર પાસે નિર્માણ થતી આર એસ રેસીડેન્સીના માલિકો દ્વારા ખુલ્લા પ્લોટોનું વેચાણ સરકારની તમામ પ્રકારની મંજૂરીઓ સાથે, અશાંતધારા સહિતની તમામ પરવાનગીઓ મેળવી કરવામાં આવતું, જેનું સ્થાનિક લોકોની આ જગ્યાએ મસ્જિદ મદ્રેસા બનશે ની ગેરસમજથી વિવાદ ઉભો થયો હતો, તેથી સ્થાનિક લોકોએ વિહિપ બજરંગદળ નો સંપર્ક કરી જીલ્લા કલેકટર સહિતનાઓ ને આવેદનપત્ર પાઠવી આ આર એસ રેસીડેન્સીના નિર્માણ સામે વિવાદ ઉભો કર્યો હતો જેનું સુખદ સમાધાન થતા વિવાદનો અંત આવ્યો હતો.
સમગ્ર પ્રકરણની વાત કરીએ તો લાલ ટાવર સિંધીવાડ આરઝુ સોસાયટીની પાસે કાલિકા માતાના મંદિર પાસે રેવન્યુ સર્વે નંબર 237 વાળી જમીનના માલિક રમણભાઈ સોમાભાઈ માછી, સુરેશભાઈ સોમાભાઈ માછી, ધર્મેન્દ્ર ભાઈ માછી સહિત ના અન્ય માલિકો એ આ જમીન એન એ કરાવી તેના પર પ્લોટિંગના પ્લાન મંજૂર કરાવી અશાંતધારાની સરકારી ધારા ધોરણ મુજબની પરવાનગી મેળવી નિયમોનુસાર ખુલ્લા પ્લોટો વેચાણ કરવા માટે મૂક્યા હતા આ પ્લોટ મોટા ભાગે આ વિસ્તાર મા મુસ્લિમ સમાજની વસ્તી વધારે હોય ને મુસ્લિમો ખરીદે અને પાસે મંદિર હોય ને મસ્જિદ મદ્રેસા બનાવે તેવી ગેરસમજ થી પ્રેરાઈ ને સ્થાનિક આદિવાસીઓ એ વિરોધ કર્યો હતો અને વિહિપ બજરંગદળ નો સંપર્ક કરી જીલ્લા કલેક્ટર સહિત નાઓને આવેદનપત્ર આપ્યું હતું.
આ મામલે જમીનના માલિક રમણભાઈ સોમાભાઈ માછી સુરેશભાઈ સોમાભાઈ માછી સહિત ના ઓ અને સ્થાનિક મંદિર પાસે વસતા આદિવાસીઓ સાથે આજરોજ સુખદ સમાધાન થયું હતું જે બાબતે નર્મદા જીલ્લા કલેકટર ને ઉદ્દેશી ને લખાયેલ આવેદનપત્ર રેસીડેન્સિયલ ડેપ્યુટી કલેક્ટર સી કે ઉઘાડ ને બજરંગદળ ના જીલ્લા પ્રમુખ પુષ્પરાજસિંહ ચૌહાણ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના પ્રમુખ કીર્તન સી પુરોહિત ની આગેવાની મા સ્થાનિક હિન્દુ આદિવાસીઓ એ એકત્રિત થઈ ને આપ્યું હતું.
આ બાબતે બજરંગદળ ના જીલ્લા પ્રમુખ પુષ્પરાજસિંહ ચૌહાણ એ જણાવ્યું હતું કે કાલિકા માતા ના મંદિર પાસે પ્લોટિંગ ના વેચાણ કરવા અગાઉ અમો એ સ્થાનિક લોકો ની રજૂઆત ને લઈ વિરોધ કર્યો હતો પરંતુ જમીન માલિક અને સ્થાનિક આદિવાસી લોકો વચ્ચે મંદિર તરફ મેળો ભરાય છે તે તરફ થોડી જગ્યા છોડવા રસ્તા પર ના ચાર પાંચ પ્લોટ હિન્દુઓ ને આપવા તેમજ મંદિર ના રસ્તે ગેટ બનાવવા માટે ની સમજૂતી થઈ છે જેથી સમગ્ર મામલે હવે સુખદ સમાધાન થયું હોય આર એસ રેસીડેન્સી ના માલિકો કોઈ ને પણ પ્લોટિંગ નું વેચાણ કરે અને આર એસ રેસીડેન્સી નું નિર્માણ થાય એની સામે હવે કોઇજ જાતનો સ્થાનિક હિન્દુ આદિવાસીઓ ને વાંધો કે વીરોધ નથી.
આ મામલે સ્થાનિક આદિવાસી આગેવાન સંદીપ ભાઈ વસાવા એ પણ જમીન માલિકો અને અમો સ્થાનિક લોકો વચ્ચે સુખદ સમાધાન થયું હોવાનું જણાવ્યું હતું
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
