તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 22nd August 2025
ગાંધીનગરના કલોલમાં બપોર બાદ મુશળધાર વરસાદ : અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા
બગીચા ચાર રસ્તા, કોબ્રા સર્કલ, વખારીયા ચાર રસ્તા અને બળીયાદેવ મંદિર પાસેનો સર્વિસ રોડ સંપૂર્ણપણે જળબંબાકાર બન્યા

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આજે બપોર બાદ મુશળધાર વરસાદ વરસ્યો છે. આ વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે જનજીવન ખોરવાયું છે. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે બગીચા ચાર રસ્તા, કોબ્રા સર્કલ, વખારીયા ચાર રસ્તા અને બળીયાદેવ મંદિર પાસેનો સર્વિસ રોડ સંપૂર્ણપણે જળબંબાકાર બન્યા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહારને અસર થઈ છે અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ વરસાદે ઉકળાટભરી ગરમીથી રાહત આપી છે, પરંતુ શહેરની પાણીના નિકાલની વ્યવસ્થા પર પણ સવાલો ઊભા કર્યા છે.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
