News of Friday, 22nd August 2025
રાજપીપળા શેઠ ફળિયામાં રહેતા આધેડ મહિલા નું ઝેરી દવા પી લેતા મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા શહેરના શેઠ ફળિયામાં રહેતા મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું
મળતી માહિતી અનુસાર મુકેશભાઈ માણેકલાલ ગજ્જર ( રહે. રાજપીપલા શેઠ ફળિયુ બાલાજી મંદિરની સામે જુના પોલીસ સ્ટેશન પાસે) નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના પત્ની કાશ્મીરાબેન મુકેશભાઈ માણેકલાલ ગજ્જર (ઉ.વ.૬૫) નાઓ ને પોતાના દિકરા સાથે અમદાવાદ ખાતે રહેવા જવુ હોય અને રાજપીપલા ખાતે આવેલ પોતાનુ મકાન વેચાયેલ ન હોય જેથી તેમને આ બાબત મનમાં લાગી આવતા પોતાની જાતે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
