News of Friday, 22nd August 2025
વાહનના વેચાણની કિંમત ઓછી આંકી ટેક્સચોરી કરનારા ડીલરો સામે તવાઈ
વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા તપાસના આદેશઃ મોંઘી કારના ડીલરોના કેટલાક કહેવાતા પ્રતિનિધિઓ ટેક્સ ચોરીમાં માહેર

અમદાવાદ,તા.૨૨: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વાહનના વેચાણની કિંમત ઓછી ટાંકી રજિસ્ટ્રેશન સમય ટેક્સ ચોરી કરનારા ડીલરો સામે ગમે ત્યારે તવાઈ આવશે. વાહનવ્યવહાર કમિશનર કચેરી સમક્ષ ટેક્સ ચોરીના કેટલાક કિસ્સામાં ધ્યાનમાં આવતા ઓચિંતી તપાસ કરવા સૂચના અપાઈ હોવાનું મનાય છે. ખાસ કરીને લકઝ્યુરિયસ કારના ડીલરોના કેટલાક કહેવાતા પ્રતિનિધિઓ ટેક્સ ચોરી કરવામાં માહેર હોવાનું મનાય છે. આવા માણસો કેટલાક સ્થાનિક ડીલરો સાથે મળી ટેક્સ ચોરી તો કરે છે, ઉપરાંત રાજ્ય બહારથી લાવીને લઝ્યુરિયસ કારની ઓછી કિંમત ટાંકીને સંબંધિત આરટીઓમાં રજિસ્ટ્રેશન કરાવી ટેક્સ ચોરી કરીને કાળી કમાણી કરી રહ્યા છે. વાહન વ્યવહાર કમિશનર કચેરીના સૂત્રો કહ્યું કે, વાહનની કિંમત પરથી નિયત ટકાવારી મુજબ વાહન પોર્ટલ પર રાજ્ય સરકારે નિયત કરેલા દરથી ટેક્સ વસૂલાય છે. વાહનની કિંમતની ગણતરી અર્થે વાહનના ઉત્પાદક અથવા ડીલર દ્વારા ઇન્વોઇસમાં રજૂ કરવામાં આવતી કિંમતને ધ્યાને લેવા જોગવાઈ કરાઈ છે. ડીલર પોઈન્ટ રજિસ્ટ્રેશનની પદ્ધતિમાં પોસ્ટ વેરિફિકેશન દરમિયાન એકજ પ્રકારના (પ્રકારના મેન્યુફેક્ચર ફેક્ચર ૬ દ્વારા ઉત્પાદીત કરાતા એક જ પ્રકારના મોડલની જુદા જુદા અધિકૃત ડીલરો દ્વારા નાખવામાં આવેલી વેચાણ કિંમતમાં એક સમાનતા ન હોવાનું કચેરીના ધ્યાનમાં આવ્યું હતું. ઘણા કિસ્સામાં વાહનની હકીકતે વેચાણ કિંમત કરતાં પણ ઓછી વેચાણ કિંમત VAHAN ૪.૦ પોર્ટલમાં નાખી ભરવાપાત્ર ટેક્સ કરતાં પણ ઓછો ટેક્સ અધિકૃત ડીલર દ્વારા ભરપાઈ કરાયાં છે.
વાહન રજિસ્ટ્રેશનમાં ધ્યાનમાં લેવાના મુદ્દા
૧. અધિકૃત ડીલર દ્વારા વાહનની વેચાણ કિંમત (GST સિવાય) વાહન પોર્ટલ પર એન્ટ્રી કરાઇ હોય અથવા સદર વાહન માટે વાહનની વેચાણ કિંમતની ઉત્પાદક દ્વારા હોમોલોગેશન પોર્ટલ પર (GST સિવાય) એન્ટ્રી કરાઇ હોય ત્યારે બેમાંથી મહત્તમ કિંમત લમસમ વેરાની ગણતરી અર્થે ધ્યાનમાં લેવી
૨. VAHAN ૪.૦ માં હોમોલોગેશન પોર્ટલ પર ઉત્પાદક દ્વારા એન્ટ્રી કરવાની સુવિધા પ્રાપ્ત થાય ત્યા સુધી વચગાળાની વ્યવસ્થા તરીકે અધિકૃત ડીલર દ્વારા આપેલી વાહનની વેચાણ કિંમત (GST સિવાય)નું ઇન્વોઇસ તેમજ વાહનની વેચાણ કિંમતનું ઉત્પાદક દ્વારા ઈશ્યુ કરેલા (GST સિવાય) ઇન્વોઇઝમાંથી જે ઇન્વોઇસમાં વેચાણ કિંમત મહતમ હોય તે કિંમત ઉપર ટેક્સ વસુલાત કરવાનો રહેશે
૩. આ કિસ્સામાં રજિસ્ટ્રેશનની અરજી સમયે અધિકૃત ડીલરે મેન્યુફેક્ચર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા ઇન્વોઇસ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
