<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ : સૌથી વધુ વલસાડના પારડીમાં 3.58 ઈંચ ખાબક્યો

ધરમપુરમાં 2.72 ઈંચ વરસાદ ,ખેરગામમાં 2.13 ઈંચ વરસાદ,કપરાડામાં 2.05 ઈંચ વરસાદ,તલોદમાં 2.01 ઈંચ વરસાદ વરસ્યો

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો નથી.

   છેલ્લા 24 કલાકમાં પારડીમાં 3.58 ઈંચ વરસાદ,ધરમપુરમાં 2.72 ઈંચ વરસાદ ,ખેરગામમાં 2.13 ઈંચ વરસાદ,કપરાડામાં 2.05 ઈંચ વરસાદ,તલોદમાં 2.01 ઈંચ વરસાદ,વલસાડમાં 1.97 ઈંચ વરસાદ, ડાંગ-આહવામાં 1.77 ઈંચ વરસાદ,વાઘાઈમાં 1.73 ઈંચ વરસાદ, ધનસુરામાં 1.73 ઈંચ વરસાદ અને ઉમરગામમાં 1.69 ઈંચ વરસાદ વરસ્યો છે 

 

(11:07 AM IST)