<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ભારે વરસાદની આગાહી વચ્‍ચે વરસાદનું જોર ઘટયું: રાજ્‍યના ૩૩ જીલ્‍લાના ૨૧૨ તાલુકાઓમાં ઝરમરથી ૩ થી ૫ ઇંચ

પારડી ૩.૫ ઇંચ, ધરમપુર ૨.૫ ઇંચ, ખેરગામ, કપરાડા, તલોદ અને વલસાડ ૨ ઇંચ વરસાદઃ ઉકાઇ ડેમમાંથી ૧,૨૫,૭૮૦ ક્‍યુસેક પાણી છોડવામાં આવ્‍યું: મધુવન ડેમના ૬ દરવાજા હજુ ખુલ્‍લા....

(જીતેન્‍દ્ર રૂપારેલિયા)વાપીઃ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્‍ચે મેઘરાજા નરમ પડ્‍યાનુ જણાય છે છેલ્‍લા ૨૪ કલાકમાં રાજ્‍યના ૩૩ જીલ્‍લાના ૨૧૨ તાલુકાઓમાં ઝરમર થી ૩.૫ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

જોકે વરસાદ અને ઉપરવાસના પાણીની આવકને પગલે બંધો અને જળાશયોની જળ સપાટીમાં સતત ફેરફાર થઈ રહીયો છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં પાણીની આવક થોડી ઘટી છે, આજે સવારે ૮ કલાકે ડેમની જળસપાટી સહેજ ઘટીને ૩૩૪.૮૫ ફૂટે પહોંચી છે ડેમમાં ૮૨૫૧૯ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે ૧,૨૫,૭૮૦ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્‍યારે દક્ષિણ ગુજરાતના છેવાડાના દમણગંગા નદીના મધુવન ડેમની જળસપાટી આજે સવારે ૯ કલાકે સહેજ ઘટી ને ૭૫.૪૦ મીટરે પહોંચી છે, ડેમમાં ૨૧,૨૨૨ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે ૧૭,૭૧૨ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના ૬ દરવાજા ૦.૬૦ મીટર હજુ પણ ખુલ્‍લા છે.

વલસાડ, ડાંગ, નવસારી પંથકમાં વરસાદનું જોર ઘટતા ફરી વળેલા પાણી ઓસરી ગયા છે અને બંધ થયેલ રસ્‍તા ઓ ફરી શરૂ થઈ રહ્યા છે જોકે ભારે વરસાદની આગાહીને લઇને તંત્ર હજુ પણ એલર્ટ છે.

(11:58 AM IST)