તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
અમદાવાદમાં 18,000થી વધુ પેટ ડોગનું કરાયું રજીસ્ટ્રેશન :પેટ ડોગ માટે બનાવાયું CNG સંચાલિત ખાસ સ્મશાનગૃહ
CNCD વિભાગ દ્વારા 30 લાખના ખર્ચ CNG સંચાલિત ડોગ ક્રીમેટોરીયમ બનાવ્યું: આગામી 4 માસમાં થશે કાર્યરત

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાન માટે CNG સંચાલિત સ્મશાનગૃહ બનાવવાનો પાયલોટ પ્રોજેકેટ હાથ ધરાયો છે. પેટ ડોગ અત્યાર સુધીમાં 18,000 થી વધુ રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. મૃત પેટ ડોગના અંતિમ સંસ્કાર માટે નવતર પ્રયોગ હાથ ધરાયો છે. હવેથી AMC દ્વારા બહેરામપુરા વિસ્તારમાં ડોગ ક્રીમેટોરીયમ ઊભુ કરાયું છે. એબીસી રૂલ્સ 2023 મુજબ મૃત પાણીના અંતિમ સંસ્કાર વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવાનું સૂચન કરવામા આવ્યું છે.
CNCD વિભાગ દ્વારા 30 લાખના ખર્ચ CNG સંચાલિત ડોગ ક્રીમેટોરીયમ બનાવ્યું છે. આગામી 4 માસમાં કાર્યરત થશે .પેટ ડોગ પરિવારના સભ્ય હોવાથી લાગણી બંધાયેલી હોય છે. શબ વાહિની મારફતે પાલતુ શ્વાનને લઈ જઈને અંતિમ સંસ્કાર કરી શકાશે. અંતિમ સંસ્કાર બાદ અસ્થિ પણ માલિકને આપવામાં આવશે. AMC ના CNCD વિભાગ દ્વારા ટોકન ચાર્જ વસુલવામાં આવી શકે છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
