<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

અમદાવાદની શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલમાં લેહના દર્દીનું નિઃશુલ્‍ક

સફળ હૃદયનું ઓપરેશન કરવામાં આવ્‍યું ‘‘દિલ વિધાઉટ બિલ - જ્‍યાં જીવન છે અમૂલ્‍ય''લેહ લદ્દાખનું હૃદય અમદાવાદમાં ધબકયું

અમદાવાદઃલેહના ૫૮ વર્ષીય ટેક્‍સી ડ્રાઇવર શ્રી ઉર્ગેન છોંજર પોતાના પત્‍ની, સંતાનો અને વળદ્ધ માતા સાથે સરળ અને શાંતિપૂર્ણ જીવન જીવતા હતા. પણ પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના પગલે લેહમાં પર્યટન ઠપ થઈ ગયું અને તેમનું જીવન અચાનક બદલાઈ ગયું. આવકનું મુખ્‍ય સાધન ગુમાવ્‍યા બાદ પરિવાર આર્થિક સંકટમાં ફસાઈ ગયો.આ દરમ્‍યાન ઉર્ગેનજીને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ અને લેહની હોસ્‍પિટલમાં તપાસ કરતાં ગંભીર હૃદયરોગ હોવાની વિગતો સામે આવી. તાત્‍કાલિક સર્જરી જરૂરી હતી, પણ ખર્ચ, સારવાર અને આશાની આશામાં તૂટી પડેલા પરિવાર માટે એ શકય લાગતું નહોતું. ઉર્ગેનજીના પરિવારને અમદાવાદ સ્‍થિત શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલમાં લઇ જવામાં માર્ગદર્શન આપવામાં આવ્‍યું. લેહ સરકાર અને હોસ્‍પિટલ વચ્‍ચેના એમઓયુ  અંતર્ગત, શ્રી ઉર્ગેન અને તેમના સહાયકના મુસાફરી ખર્ચ સહિત તમામ વ્‍યવસ્‍થાઓ નિઃશુલ્‍ક કરવામાં આવી. (૩પ-૧૩

(3:00 PM IST)