News of Friday, 22nd August 2025
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને ચાર્ટડ એકાઉન્ટન્ટસ મીટઃ સંવાદ અને સહકાર
બેંકની વિકાસગાથા વર્ણવતા ડીરેકટર પ્રદીપ ખીમાણી વડોદરામાં એસ.બી.આઇ. અને ચાર્ટડ એકાઉન્ટન્ટના મિલન પ્રસંગે વિશાલ ઠક્કર, પ્રદીપ અગ્રવાલ, પ્રદીપ ખીમાણી, જયપ્રકાશ સોની, કવિતા ઠાકુર વગેરે હાજર રહયા હતા

રાજકોટ, તા. રરઃ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, વડોદરા રીજન દ્વારા આયોજિત અને મુખ્ય સંયોજક તથા કો-ઓર્ડિનેટર સીએ વિશાલ ઠક્કર ના નેતળત્વ હેઠળ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ મીટ ૨૦૨૫ નું ભવ્ય આયોજન ગ્રાન્ડ મકર્યુર, વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું& કાર્યક્રમમાં ૧૦૦ થી વધુ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ તથા ૫૦ થી વધુ સિનિયર બેન્કર્સ ની ઉપસ્થિતિ રહી હતી, જે બેન્કિંગ ક્ષેત્ર અને વ્યવ્સાયિક સમાજ વચ્ચે મજબૂત ભાગીદારીનું પ્રતિબિંબ છે.
કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ડો. જયપ્રકાશ સોની - પ્રમુખ, ભાજપ વડોદરા શહેર, સીએ પ્રદીપ અગ્રવાલ - ડિરેક્ટર, બીપીસીએલ, શ્રી પ્રદીપ ખિમાણી - ડિરેક્ટર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, શ્રીમતી કવિતા ઠાકુર - ઝોનલ હેડ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, શ્રી અરુણ મિશ્રા - રીજનલ હેડ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા - વડોદરા રીજન વગેરે હાજર રહયા હતા.
શ્રીમતી કવિતા ઠાકુર, ઝોનલ હેડ એ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના વિવિધ બેન્કિંગ પ્રોડક્ટસ અને સર્વિસિસ વિષે માહિતી આપી અને વ્યાવસાયિકો તથા વ્યવસાયોની બદલાતી જરૂરિયાતોને કેવી રીતે પૂર્ણ કરી શકાય તે સમજાવ્યું હતું. શ્રી પ્રદીપ ખિમાણી, ડિરેક્ટર એ બેંકની કાર્યપદ્ધતિ અને વિકાસની વાત કરી અને તાજેતરમાં બેંક નફામાં આવી સુંદર પરિણામો આપી રહી છે તેમ ગૌરવ વ્યક્ત કયું હતું.
સીએ પ્રદીપ અગ્રવાલ, ડિરેક્ટર, બીપીસીએલ એ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ને બેન્કિંગ સેક્ટર સાથે જોડાઈને પરસ્પર વ્યાવસાયિક વિકાસ માટે માર્ગદર્શન આપ્યુ હતું.
ડો. જયપ્રકાશ સોની, પ્રમુખ, ભાજપ વડોદરા શહેર એ ‘પ્રોફેશન વિથ નેશન ફર્સ્ટ' ના અભિગમ પર પ્રેરણાદાયક સંબોધન કર્યુ હતું.શ્રી અરુણ મિશ્રા, રીજનલ હેડ - વડોદરા રીજન એ આભાર વ્યક્ત કર્યો હતો અને આયોજક વિશાલ ઠક્કર ના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.
આ આયોજન સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સમાજ વચ્ચે સંવાદ તથા સહકારનું એક મહત્વપૂર્ણ મંચ સાબિત થયું, જેણે ભવિષ્યના વિકાસ માટે ભાગીદારીને વધુ મજબૂત બનાવે તેવી આશા છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
