<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ :સૌથી વધુ નડિયાદમાં 1.37 ઇંચ ખાબક્યો

બાલાસિનોરમાં 1.42 ઇંચ, કપરાડામાં 1.42 ઇંચ વરસાદ , આણંદમાં 1.34 ઇંચ, વડોદરામાં 1.18 ઇંચ વરસાદ વરસ્યો :અન્ય 10 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ

અમદાવાદ : હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘરાજાએ દસ્ક્ત દીધી છે. સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે આજ રોજ (22 ઓગસ્ટ) રાજ્યમાં અત્યાર સુધીમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં 1.37 ઇંચ વરસાદ ખાબક્યો છે.

22 ઓગસ્ટના રોજ સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના વરસાદી આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં વરસાદી આંકડા મુજબ, સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાતના 193 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં 1.37 ઇંચ વરસાદ નોંધાયો છે. બાલાસિનોરમાં 1.42 ઇંચ, કપરાડામાં 1.42 ઇંચ વરસાદ વરસ્યો છે. આણંદમાં 1.34 ઇંચ, વડોદરામાં 1.18 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય 10 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે નદી-નાળા અને જળાશયો છલકાયા છે. સિઝનનો સારો એવો વરસાદ વરસતા ખેડૂતો ખુશખૂશાલ જોવા મળી રહ્યા છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, મહિસાગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, ભરૂચ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, શીયર ઝોન, ઓફ શોર ટ્રફ અને મોનસૂન ટ્રફ હાલ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(7:09 PM IST)