<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

અમદાવાદમાં મેઘરાજા મુશળધાર વરસ્યા : ભારે વરસાદને પગલે મણીનગર, ઈસનપુર અને ખોખરામાં રસ્તાઓ પર પાણી ભરાયા

રસ્તા પર જાણે નદી વહેતી થઈ :અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા. કેટલાક લોકોના વાહન ખોટકાઈ ગયા : વિઝિબ્લિટી પણ ઘટતા વાહનચાલકો પરેશાન

અમદાવાદમાં મેઘરાજાએ તોફાની  બેટિંગ કરતા પૂર્વથી લઈ પશ્ચિમના વિસ્તારોમાં આક્રમક અંદાજમાં વરસ્યા હતા આખી  સિઝનનો મેઘો વરસી જવાનો હોય તેમ ધમકોકાર અંદાજમાં મેઘરાજા વરસ્યા હતા .  ભારે વરસાદને પગલે મણીનગર, ઈસનપુર અને ખોખરા વિસ્તારમાં માર્ગો પર પાણી ભરાયા અને અનેક વાહનચાલકોના વાહન બંધ પડી ગયા હતા. 

 આ તરફ વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ઼્યો હતો. રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા. જેથી રાહદારીઓને પરેશાની થતી હતી. રસ્તા પર જાણે નદી વહેતી થઈ હોય તેમ પાણી ખળ ખળ વહી રહ્યું હતું. અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. કેટલાક લોકોના વાહન ખોટકાઈ જતા લોકોએ ધક્કા મારવાની નોબત આવી હતી. સાથે જ પ્રચંડ ગાજવીજ સાથે વરસાદના કારણે સમગ્ર બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો

 

(9:37 PM IST)