<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

વડોદરાના વડોદરાના શિનોર પંથકમાં ધોધમાર વરસાદ : બે કલાકમાં બે ઇંચ ખાબકતા ચોતરફ પાણી પાણી થઈ ગયું

ભારે વરસાદના કારણે શિનોર -સાધલી રોડ પર રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા રસ્તો બંધ થયો

વડોદરાના  શિનોર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શિનોરમાં માત્ર બે કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.. દામાપુરા, સાધલી સહિત ગામોમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. ભારે વરસાદના કારણે શિનોર -સાધલી રોડ પર રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો. શિનોરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભારાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

(9:45 PM IST)