<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

રાજપીપળા કાળકા માતાના મંદિર પાસે આર.એસ. રેસીડેન્સીના બાંધકામ બાબતે સ્થાનિકોનુ આવેદન

શરૂઆતથી જ વિવાદમાં રહેલ આ બાંધકામ બાબતે હાલમાં જ ઉપરા છાપરી ત્રીજું આવેદન અપાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેર માં આવેલ કાળકા માતાના મંદિર પાસે બની રહેલ સોસાયટી નો વિવાદ શરૂઆતથી જ ચાલી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ એક બાદ એક આ બાંધકામ બાબતે ત્રણ આવેદન અપાયા હતા

    સ્થાનિક રહીશો એ કલેક્ટર માં આપેલા આવેદન માં જણાવ્યા મુજબ અમો અરજદારો નર્મદા જીલ્લાનાં રાજપીપલાના રહીશો છીએ તથા અમો અરજદારો જેમાં રહીએ છીએ ત્યા જૂનું ઐતિહાસિક પુરાણુ મંદિર જે કાળકા માતાજીનું મંદિર રાજાના સમયથી જ છે અને આ મંદિરની નજીક માજ લઘુમતીq જાતીના ઇસમો દ્વારા જમીન વેચાણ રાખીને તથા મકાનો બાંધકામ કરવા અંગેના પ્લોટો પણ પાડી દેવામાં આવેલા છે અને હાલમાં આ પ્લોટોમાં તેઓ મારફતે મકાનોનું બાંધકામ કરવાની પણ તજવીજ ચાલતી હોય અને આ પ્લોટોની નજીક માં કાળકામાતાજી નું મદિર પણ આવેલ છે ચૈત્ર માસમાં આ મંદિરે મેળો પણ ભરાતો હોય આ મંદિર પ્લોટની નજીક્માં જ હોય જેથી ત્યા ( અશાંતધારો) પણ લાગુ પડતો હોય મંદીરથી ૫૦૦.મીટરની હદમાં જ આ પ્લોટોનું બાંધકામ કરવાની તજવીજ ચાલતી હોય જેથી અમો નજીકનાં તમામ રહિશોને આ બાબતે સખ્ત વાંધો હોય અને આ મકાનોનું બાંધકામ લઘુમતી જાતીનાં ઇસમો દ્વારા નહી કરાવામાં આવે તેવો અમોને વાધો હોવાથી અમોએ આ અગાઉ પણ લેખીતમાં લાગતા વળગતા અધિકારીકારી ઓને પણ રજુઆતો કરેલ છે અને તે સમયે અમોએ બાંધકામો કરતા હતા તે અટ્કાવેલ છે જેથી હાલમાં પણ આ ઇસમો મકાનોના બાંધકામ કરવાની તજવીજ કરતા હોય જેથી આ બાબતે આપને લાગતા વળગતા અધિકારીઓને પણ સુચના આપીને આ સોસાયટીના મકાનોના બાંધકામ ન થાય તેવી અમારી નમ્ર અરજ વિનંતી છે.

(10:59 PM IST)