<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

કુંવરપુરા ગામના બસ સ્ટેન્ડ સામે ફોર વ્હીલના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનો આબાદ બચાવ

બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા ગભરાયેલ ફોર વ્હીલનો ચાલક પોતાની ગાડી સ્થળ પર મૂકી નાશી છૂટ્યો હતો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા કુંવરપુરા ગામના બસ સ્ટેન્ડ સામે થયેલા અકસ્માતમાં ફોર વ્હીલના ચાલકે બાઇકને અથાડતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી

      મળતી માહિતી અનુસાર ઉષાબેન રાજેન્દ્રકુમાર પરમાર (રહે-ભચરવાડા નવી વસાહત તા-નાંદોદ જી-નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ એક સ્વીફ ફોર વ્હીલ ગાડી નં- GJ-16-BB-3012 ના ચાલકે તેના કબ્જાની ફોર વ્હીલ ગાડી પુરઝડપે હંકારી લાવી ઉષાબેનના પતિ રાજેન્દ્રકુમાર ચીમનભાઈ પરમારના કબ્જાની મોટર સાયકલ ગાડી નં-GJ-22-9952 સાથે અથાડી તેમના પતિને શરીરે જમણા તથા ડાબા હાથે તથા જમણા પગે તથા મોઢાના ભાગે ઓછી વત્તી તથા માથાના ભાગે ગંભીર ઈજા તથા ખંભાના ભાગે ફેક્ચર કરી પોતાના કબ્જાની ફોર વ્હીલ ગાડી સ્થળ ઉપર મુકી નાશી જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે ફોર વ્હીલના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:01 PM IST)