<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

રાજપીપળાની શ્રી રત્ન સિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે વિશ્વ ઉદ્યોગ સાહસિક દિવસ' ની ઉજવણી થઇ

( ભરત શાહ દ્વારા )નર્મદા: રાજપીપળાની શ્રી રત્ન સિંહજી મહિડા કોમર્સ કોલેજ  ખાતે વિશ્વ ઉદ્યોગ સાહસિક દિવસ' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત કોલેજના પ્રાચાર્ય  ડો. હિતેશ ગાંધી દ્વારા કરવામાં આવી. આજના હરીફાઈ ના સમયમાં કેવી રીતે વિદ્યાર્થીઓ ભણતા ભણતા પોતાના નવા વિચારો અમલમાં મૂકીને કમાણી કરી શકે તથા સરકાર દ્વારા વિદ્યાર્થીઓના નવા વિચારોને પ્રોત્સાહન આપવા માટે મળતી સહાય, વેપાર શરૂ કરવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સંસ્થાઓ તથા તેમના દ્વારા ગોઠવવામાં આવતી તાલીમ વગેરે વિશે આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. 

   ત્યારબાદ કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થી ઘરીયા મીતિ રાજસિંહ દ્વારા ગયા વર્ષે ગાંધીનગર EDI દ્વારા યોજવામાં આવેલી તાલીમ વિશે તથા  તેમાં વેપાર કેવી રીતે શરૂ કરવું જોઈએ વેપાર માટે કાચો માલ સામાન ,નાણાં વગેરેની વ્યવસ્થા કેવી રીતે કરવી જોઈએ કયા ક્ષેત્રોમાં હાલના સમયમાં ધંધો શરૂ કરવો વધુ ફાયદાકારક છે તે વિશે વિગતવાર માહિતી પોતાના સહપાઠીઓને પૂરી પાડી હતી. આ ઉપરાંત ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ ધંધો શરૂ કરવા માટે જે પ્રપોઝલ સરકાર સમક્ષ મૂકેલું છે તે અંગે પણ વિગતવાર માહિતી પૂરી પાડી હતી. કોલેજના પ્રાધ્યાપિકા તથા ઇનોવેશન ક્લબના કોર્ડીનેટર  કિંજલબેન ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક નો અર્થ, હાલના બદલાતા સમયમાં ઉદ્યોગ સાહસિક નું મહત્વ તથા સફળ ઉદ્યોગ સાહસિકો વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી.  કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપક મિત્રો, વિદ્યાર્થીઓ તથા વહીવટી  સ્ટાફ ઉત્સાહપૂર્વ ભાગ લીધો હતો.ભવિષ્યમાં કોલેજના વિદ્યાર્થીઓ નવા વિચારો અમલમાં મૂકી નવા સાહસો ચાલુ  કરે તેવી આચાર્યની શુભકામનાઓ સાથે કાર્યક્રમની સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નું સંચાલન કોલેજના પ્રાધ્યાપિકા  કિંજલબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.

(11:01 PM IST)