તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 22nd August 2025
શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરાઇ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે ઈ.ચા. પ્રિ. ડૉ. હિતેશ ગાંધી ના માર્ગદર્શન હેઠળ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા “શ્રીકૃષ્ણ જન્માષ્ટમી’’ ઉજવવામાં આવી. આ પવિત્ર પર્વની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા જેમ કે, કૃષ્ણાકથા રસપાન, માટલી શણગાર, મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કૉલેજ કેમ્પસમાં સવારે ૯:૦૦ વાગ્યે શરૂ કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
કૃષ્ણાકથા રસપાન કાર્યક્રમનું માર્ગદર્શન પ્રા. હીનાબેન માલી અને પ્રા ક્રિષ્ના પટેલ એ આપ્યું હતું. આ રીતે વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને ટીમ વર્કના મૂલ્યોનો સંચાર કરવામાં આવ્યો. આ શુભ અવસરે કૉલેજનું આખું પરિસર શ્રીકૃષ્ણના ભક્તિમય માહોલથી ગુંજી ઊઠ્યું હતું. આ સમગ્ર ભક્તિમય કાર્યક્રમનું આયોજન આઇ.ક્યુ. એ.સી.સાંસ્કૃતિક સમિતિ અને NSS વિભાગના સહયોગથી કરવામાં આવ્યું હતું. સર્વેનાં સંકલિત પ્રયાસો હેઠળ વિવિધ સાંસ્કૃતિક અને ભક્તિસભર પ્રવૃત્તિઓનો સુંદર સમાવેશ કરવામાં આવ્યો હતો, જે વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક જાગૃતિ ફેલાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થયો. સમગ્ર કાર્યક્રમનું માળખું કિંજલબેન ત્રિવેદી અને ડો લકી સિંહ ગોહિલ એ તૈયાર કર્યું હતું.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
