તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
લાછરસ ગામના શખ્સ ૧૮ દિવસથી ગુમ છતાં કોઈ ભાળ નહીં મળતા પોલીસ માં જાણ કરાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામના આધેડ વ્યક્તિ ગુમ થતા પુત્રએ પોલીસમાં જાણ કરી છે
મળતી માહિતી અનુસાર અલ્પેશભાઇ શનાભાઇ તડવી ઉ.વ.૨૦ રહે.લાછરસ, દવાખાના ફળીયું નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના પિતા શનાભાઇ ફતાભાઇ તડવી (રહે.લાછરસ ,દવાખાના ફળીયું )નાઓ
તા. ૦૪/ ૦૮/ ૨૦૨૫ ના રોજ સવારના ૦૫/૩૦ વાગ્યાના અરસામાં ઘરેથી કોઇને પણ કઈ કહ્યા વગર ક્યાંક જતા રહેલ હોય આજે ૧૮ જેવા દિવસો થયા, જોકે પરિવારજનો એ તેમની ઘણી શોધખોળ બાદ ક્યાયે કોઈ ભાળ નહીં મળતા પુત્ર એ રાજપીપળા પોલીસ માં જાણ કરતા પોલીસે શનાભાઈ ને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
