તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 22nd August 2025
ગાંધીનગરના દેલવાડ ગામ પાસે ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ પર હુમલો: 7 ડમ્પર છોડાવી ગયા
ટીમે ગેરકાયદે રેતી ભરેલા 7 ડમ્પર જપ્ત કર્યા હતા: 3 વાહનોમાં આવેલા 10 થી 15 જેટલા શખ્સોએ ટીમ પર હુમલો કર્યો

ગાંધીનગરના દેલવાડ ગામ પાસે ગેરકાયદે રેતી ખનન કરતા શખ્સોએ ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દેલવાડ ગામમાં રેડ કરવા ગઈ હતી. આ દરમિયાન, ટીમે ગેરકાયદે રેતી ભરેલા 7 ડમ્પર જપ્ત કર્યા હતા. ત્યારે જ, 3 વાહનોમાં આવેલા 10 થી 15 જેટલા શખ્સોએ ટીમ પર હુમલો કર્યો હતો અને જપ્ત કરેલા ડમ્પરો બળજબરીપૂર્વક છોડાવી ગયા હતા. આરોપીઓએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ધમકીઓ પણ આપી હતી. આ ઘટના બાદ, તમામ ડમ્પરોને સેક્ટર 28 પાસે છોડાવી દેવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
