<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

કપડવંજ તાલુકામાં ભૂંગળિયા ડેમ ઓવરફ્લો થયો

ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોના લોકોને એલર્ટ રહેવા સૂચના

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલો ભૂંગળિયા ડેમ ઓવરફ્લો થયો છે. વારાશી નદી પર બનેલો આ ડેમ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે છલકાયો છે. ડેમ છલકાતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે 750 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આથી, ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોના લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. આ સમાચારથી સ્થાનિક ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ પાણીનો ઉપયોગ સિંચાઈ અને પીવા માટે થશે

(11:45 PM IST)