<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

મહેસાણા સ્થિત ધરોઈ ડેમના 2 ગેટ ખોલવામાં આવ્યા

ડેમમાં હાલમાં 59,444 ક્યુસેક પાણીની આવક: ડેમમાંથી હાલમાં 29,940 ક્યુસેક પાણીની જાવક

મહેસાણા સ્થિત ધરોઈ ડેમના 2 ગેટ ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં હાલમાં 59,444 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી હાલમાં 29,940 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. 29,940 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમમાં હાલમાં 91.89 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ધરોઈ ડેમની જળ સપાટી હાલમાં 619.94 ફુટ પર પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. સાબરમતી નદીમાં પાણી છોડવાને લઈ 7 જિલ્લાના કલેક્ટરને જાણ કરાઇ છે.

(11:33 AM IST)