<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

સોમનાથમાં માહિતી અધિકાર અંગે માર્ગદર્શન આપતા મહેન્‍દ્ર સોની

રાજકોટ સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્‍થા દ્વારા સેમીનાર

રાજકોટ તા. ર૩: સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્‍થા, રાજકોટ દ્વારા સંસ્‍કૃત યુનિવર્સિટી, સોમનાથ ખાતે ‘‘માહિતીનો અધિકાર અધિનિયમ'' એ વિષય ઉપર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનારમાં ૧પ કચેરીઓના આશરે ૮૦ જેટલા સરકારી અધિકારીઓ-કર્મચારીઓએ ભાગ લીધો હતો.

ગુજરાત સરકારના નિવૃત્ત નાયબ સચિવ તથા બનારસ હિન્‍દુ યુનિવર્સિટી (BHU) ના ખાતાકીય તપાસ માટેના સલાહકાર અને MY MENTOR GST ના પ્રોપરાઇટર શ્રી મહેન્‍દ્રભાઇ રતિલાલ સોનીએ વિષય નિષ્‍ણાત તરીકે સેવાઓ આપી હતી.

આ પ્રસંગે શ્રી સોનીએ જણાવ્‍યું હતું કે, વિશ્‍વના અનેક દેશોએ માહિતીના અધિકારના કાયદાને અમલમાં મૂકયો છે અને ભારત સરકારે પણ વર્ષ ર૦૦પ થી આ કાયદો અમલમાં મૂકયો છે. આ કાયદાનો હેતુ નાગરિકોને કેટલીક માહિતી પૂરી પાડીને કામકાજમાં પારદર્શિતા લાવવાનો, ભ્રષ્‍ટાચાર નિયંત્રિત કરવાનો, જવાબદારીને ઉત્તેજન આપવાનો, સરકારના કાર્યક્ષમ સંચાલન અને નાણાકીય સાધનોનો શ્રેષ્‍ઠ ઉપયોગ કરવાનો છે. (મહેન્‍દ્રભાઇ સોની ૯૯૭૮૪ ૦૮પપ૦) ગાંધીનગર.

(11:37 AM IST)