તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 23rd August 2025
સેવન્થ ડે સ્કૂલના વિધાર્થીની હત્યાથી સ્થાનિકોમાં રોષ :સ્કૂલ સામે જ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ: શહેરના કેટલાક વિસ્તારોમાં બંધ
રિલીફ રોડ, કાલુપુર, રાયપુર ન્યૂ ક્લોથ માર્કેટ, કાપડ બજાર, સરદાર નગર સહિત વેપારીઓ બંધ પાળશે. વેપારીઓને સ્વયંભૂ બંધમાં જોડાવવા આહવાન

અમદાવાદ : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિધાર્થીની હત્યાના કેસમાં સ્થાનિકોનો રોષ યથાવત રહેવા પામ્યો છે. આજે જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સેવન્થ ડે સ્કૂલ સામે જ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામં આવ્યું છે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમને ધ્યાને રાખીને સ્કૂલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. વિધાર્થીની હત્યાના વિરોધમાં આજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. રિલીફ રોડ, કાલુપુર, રાયપુર ન્યૂ ક્લોથ માર્કેટ, કાપડ બજાર, સરદાર નગર સહિત વેપારીઓ બંધ પાળશે. વેપારીઓને સ્વયંભૂ બંધમાં જોડાવવા આહવાન કરાયું છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
