News of Saturday, 23rd August 2025
અમદાવાદથી જામનગર વચ્ચે ડેઇલી ફ્લાઇટ શરૂ! ટિકિટ ૨૨૨૨ રૂપિયા

અમદાવાદ, તા.૨૩: અમદાવાદથી સૌરાષ્ટ્ર માટે હવે તમને રોજ એક ફ્લાઈટ મળી રહેવાની છે. જીહા, સ્ટાર એરલાઇન્સ દ્વારા અમદાવાદથી જામનગર ખાતે રોજ એક ફ્લાઈટ ઉડાન ભરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર એર જે સંજય ઘોડાવત ગ્રુપ સંચાલિત છે તેમણે જાહેરત કરી છે કે, આજથી સરદાવર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ (AMD)થી જામનગર (JGA) વચ્ચે નવી અને નોન-સ્ટોર ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. હવે અમદાવાદથી સૌરાષ્ટ્ર જવા માટે યાત્રા સરળ રહેવાની છે. જો કે, તમારે તેના માટે અન્ય મુસાફરી કરતા વધારે રૂપિયા ચૂકવવા પડશે.
આજથી એટલે કે ૨૩મી ઓગસ્ટ ૨૦૨૫ થી બંને શહેરો વચ્ચે દરરોજ નોન-સ્ટોપ ઉડાન ભરી શકશે. આ ફ્લાઈટ એમ્બ્રેર ERJ-૧૪૫ એરક્રાફ્ટમાં કુલ ૫૦ લોકો મુસાફરી કરી શકશે. સમયપત્રકની વાત કરવામાં આવે તો ફ્લાઇટ લ્૫૬૧૪ અમદાવાદથી સવારે ૦૭:૨૦ વાગ્યે ઉપડશે અને સવારે ૦૮:૧૦ વાગ્યે જામનગર પહોંચી જશે. જ્યારે વળતા ફ્લાઇટ લ્૫૬૧૫ જામનગરથી બપોરે ૦૨:૦૦ વાગ્યે ઉપડશે અને ૦૨:૫૦ વાગ્યે અમદાવાદ લેન્ડ કરશે.
આ મુસાફરી માટે ભાડાની વાત કરવામાં આવે તો, અમદાવાદથી જામનગર જવા માટે આ વિમાનની ટિકિટ ૨૨૨૨ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે જામનગરથી અમદાવાદની ફ્લાઇટના ભાવ ૨૨૨૩ રૂપિયા ટિકિટ દર રાખવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે તેમાં વધઘટ થઈ શકે છે. અત્યારે આ ફ્લાઈટ શરૂ થયા અનેક લોકોને ફાયદો થવાના છે. જે લોકોને આ રૂટમાં સૌથી વધારે મુસાફરી કરવાની હોય છે તેમને ધ્યાને રાખીને આ સેવા શરૂ કરવામાં આવી છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
