તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
કપડવંજના લાલમાંડવા પ્રાથમિક શાળમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ તાળાબંંધી કરીને આક્રોશ ઠાલવ્યો
શાળામાં ધોરણ-9નો વર્ગખંડ શરૂ ન થતા ગામના વિદ્યાર્થીઓ 3 કિલોમીટર સુધી ચાલીને બીજી શાળામાં જવું પડે છે

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાની લાલમાંડવા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ તાળાબંધી કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે. લાલમાંડવા ગામમાં હાલ પ્રાથમિક શાળા એટલે કે ધોરણ-8 સુધીનો જ અભ્યાસ ઉપલબ્ધ છે. ધોરણ 9નો વર્ગ શરૂ કરવા માટે શાળાને મંજૂરી મળી ગઈ છે પરંતુ હજુ સુધી શાળામાં ધોરણ-9નો વર્ગખંડ શરૂ ન થતા ગામના વિદ્યાર્થીઓ 3 કિલોમીટર સુધી ચાલીને બીજી શાળામાં જવું પડે છે. વાલીઓએ તાત્કાલિક ગામમાં ધોરણ-9નો વર્ગ શરૂ કરવા માટે માગણી કરી છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
