<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

તાપી પંથકમાં ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના 14 જેટલા રસ્તાઓ બંધ થયા

વરસાદના કારણે નદીઓ સહિત કોતરોમાં ભારે પાણીની આવકને પગલે માર્ગ પર આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થયો]

તાપી ગ્રામીણમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ગ્રામીણ રસ્તાઓ બંધ થયા છે. જિલ્લામાં વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના 14 માર્ગો બંધ થયા છે. વરસાદના કારણે નદીઓ સહિત કોતરોમાં ભારે પાણીની આવક ને પગલે માર્ગ પર આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. સોનગઢ તાલુકાના 10 માર્ગ, વ્યારા તાલુકાના 03 માર્ગ  અને ડોલવણનો એક માર્ગ બંધ થયો છે.. જિલ્લામાં આવેલ મીંઢોળા, ઝાંખરી સહિતની નદીઓ હાલ બે કાંઠે વહી રહી છે.

(7:29 PM IST)