News of Saturday, 23rd August 2025
કડાણા ડેમના 6 દરવાજા 4 ફુટ સુધી ખોલીને પાણી છોડાયું : હાઇડ્રોપાવરના 4 યુનિટ કાર્યરત : અનેક ગામોમાં એલર્ટ
પાવરહાઉસ મારફતે 20 હજાર ક્યૂસેક પાણી છોડાતા મહીસાગરના 110 ગામો તો પંચમહાલના 18 ગામોને એલર્ટ કરાયા

અમદાવાદ : ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સતત ધમધોકાર વરસાદના કારણે કડાણા ડેમ પાણીથી ભરપૂર થઈ ગયો છે. જેથી ડેમના રૂલ લેવલને જાળવવા તબક્કાવાર 60 હજાર ક્યૂસેક પાણી મહી નદીમાં છોડાતા નદી બેકાંઠે વહી રહી છે. કડાણા ડેમના 6 દરવાજા 4 ફુટ સુધી ખોલીને પાણી છોડાયું છે. જ્યારે આ સમયે હાઇડ્રોપાવરના 4 યુનિટ કાર્યરત કરાયા હતા.
પાવરહાઉસ મારફતે 20 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે. જેના કારણે મહીસાગરના 110 ગામો તો પંચમહાલના 18 ગામોને એલર્ટ કરાયા છે. આ કડાણા ડેમનો મન મોહી લે તેવો આકાશી નજારો પણ સામે આવ્યો છે. કડાણા ડેમના હાઇડ્રોપાવરના 4 યુનિટ કાર્યરત કરીને 240 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરાયું છે. હાલ કડાણા ડેમની સપાટી 416 ફુટ પર છે
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
