<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રૂ. 5477 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમૂહર્ત કરશે

મારુતિ સુઝુકી ના EV પ્લાન્ટનુ લોકાર્પણ 26 ઓગસ્ટે કરશે. અમદાવાદ મહેસાણામાં વિવિધ પ્રોજેક્ટ પર કામ થશે. શહેરના વિકાસ માટે નવા આયામ નક્કી થશે. નરોડા વિસ્તારમાં 3 કિમીના રૂટ પર રોડ શો થશે.

વડાપ્રધાન નરેંદ્રભાઈ  મોદી આવશે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. જેમને લઈને ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે વડાપ્રધાન ગુજરાત આવ્યા ત્યારે ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ ધરશે. જ્યારે પણ વડાપ્રધાન ગુજરાત આવે ત્યારે ડબલ એન્જિનની સરકારની કામગીરી જોવા મળે છે.  5477 કરોડના વિકાસ કામોનુ લોકાર્પણ કરાશે. રેલવેના કામ અને વિવિધ ખાતમુહૂર્ત કરશે પણ કરાશે. મારુતિ સુઝુકી ના EV પ્લાન્ટનુ લોકાર્પણ 26 ઓગસ્ટે કરશે. અમદાવાદ મહેસાણામાં વિવિધ પ્રોજેક્ટ પર કામ થશે. શહેરના વિકાસ માટે નવા આયામ નક્કી થશે. નરોડા વિસ્તારમાં 3 km ના રૂટ પર રોડ શો થશે. સ્વદેશી વસ્તુની મહત્વતા રૂટ પર દેખાશે. રોડ શો સહિત સભામાં 1 લાખ કરતાં વધુ લોકો આવે તેવી શક્યતા છે. હરિદર્શન ચાર રસ્તા, યુનિયન બેંક ચાર રસ્તા, મેંગો સિનેમા ચાર રસ્તા, ખોડલધામ ગ્રાઉંડ સુધીના 1.5 km ના રૂટ પર રોડ શો થશે.

(7:38 PM IST)