<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

પાદરાની એમ બી ઠક્કર પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો ! હોવાના આક્ષેપ

તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ ઘટના સ્થળ પર પહોંચી બાળકોના નિવેદનો લીધા.

વડોદરાના પાદરાની એમ બી ઠક્કર પ્રાથમિક શાળામાં શિક્ષકે,  વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો ! હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.  ધોરણ છ, સાત, આઠના વિદ્યાર્થીઓને માર માર્યા હોવાના શિક્ષકોના આચાર્યના અને વાલીઓના આક્ષેપ કરવામાં આવે છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ ઘટના સ્થળ પર પહોંચી બાળકોના નિવેદનો લીધા. બે દિવસ અગાઉ અનેક વિદ્યાર્થીઓને માર મારતા વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કરી હતી. વાલીઓએ આજે શાળામાં તાલુકા શિક્ષણ અધિકારી રજૂઆત કરી. માર માર્યા બાદ શિક્ષક રજા પર ઉતરી ગયા છે. શેખ યુસુફભાઈ નામના શિક્ષકે વિદ્યાર્થીઓને ઢોર માર્યો હોવાનો આક્ષેપ છે

(7:42 PM IST)