તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
બનાસકાંઠાના થરાદના છનાસરા ગામમાં દારૂના વેચાણ અને દારૂ પીવા પર પ્રતિબંધ :ગામલોકોએ એક્ઠા લીધો નિર્ણય :દંડની ઓન જોગવાઈ
દેશી દારૂ બનાવનાર વ્યક્તિઓને રૂપિયા 21 હજારનો દંડ કરવામાં આવશે. ગામમાં દારૂ પીવા પર 5100 રૂપિયાનો દંડ નક્કી કરાયો

બનાસકાંઠાના થરાદના છનાસરા ગામમાં દારૂના વેચાણ અને દારૂ પીવા પર પ્રતિબંધ છે. ગામલોકોએ એક્ઠા મળી યુવાનોના હિતમાં આ નિર્ણય લીધો છે. દેશી દારૂ બનાવનાર વ્યક્તિઓને રૂપિયા 21 હજારનો દંડ કરવામાં આવશે. ગામમાં દારૂ પીવા પર 5100 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. બીજા ગામના વ્યક્તિ છનાસરા ગામમાં આવી દારુ વેચતા પકડાશે તો 51000 રૂપિયાનો દંડ સ્થાનિકો કરશે. દારૂબંધીના નિયમોનું પાલન ન કરનાર વ્યક્તિ માટે કડક નિર્ણય લેવાયો છે. ગામના બંધારણનો ભંગ કરનારે ગામ છોડવુ પડશે તેવો નિર્ણય કરાયો છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
