તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
સંત સરોવરમાંથી ૧૨ હજાર ક્યુસેક પાણી છોડાયું
વાસણા બેરેજના એક સાથે ૨૪ ગેટ ખોલાયાઃડેમના પાંચ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે, ડેમની નજીક આવેલા શાહપુર, નભોઈ, કોબા, રાયસણ સહિતના ગામને એલર્ટ કરાયા છે

ગાંધીનગર, તા.૨૩
ગાંધીનગર, અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદના કારણે ગાંધીનગર ખાતેના સંત સરોવરમાં પાણીની આવક થઈ છે. સંત સરોવર ડેમમાં ૨૨૦ ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે સંત સરોવરમાંથી ૧૨ હજાર ક્યુસેક પાણી છોડાયું છે. ડેમના પાંચ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમની નજીક આવેલા શાહપુર, નભોઈ, કોબા, રાયસણ સહિતના ગામને એલર્ટ કરાયા છે.બીજી બાજુ, વાસણા બેરેજને પણ સંત સરોવર પાણી છોડવાની જાણકારી અપાઈ છે. ડિઝાસ્ટરને ડેમના પાણીની આવક અંગે અવગ કર્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઇ છે. ધરોઈ ડેમમાં ૯૪ ટકા જળ સપાટીએ પહોંચ્યો છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ૬૦ હજાર ક્યુસેક પાણી છોડાયું છે.
ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયેલું પાણી સંત સરોવર ખાતે પહોંચતા ૧૨થી ૧૮ કલાકનો સમય લાગશે. ધરોઇ ડેમનું પાણી સંત સરોવર પહોંચે તે પહેલાં સલામતીના ભાગરૃપે સંત સરોવર ડેમમાંથી પાણી છોડાયું છે.
બીજી બાજુ, અમદાવાદના વાસણા બેરેજના એક સાથે ૨૪ ગેટ ખોલાયા છે. ઉપરવાસમાંથી ૫૦ હજાર ક્યુસેક પાણી આવવાની સંભાવના છે. બેરેજના ૩૦ દરવાજા પૈકી ૨૪ દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે શહેરી વિસ્તારમાં પાણીનો ભરાવો ન થાય તે માટે નિર્ણય લેવાયો છે. વરસાદી માહોલ વચ્ચે તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
