News of Saturday, 23rd August 2025
૨૯ ઓગસ્ટે ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ માટે દોડશે સ્પેશિયલ ટ્રેન
પર્યુષણ પર્વ દરમિયાન થતી ભીડને સમાયોજિત કરવા અને યાત્રીઓની સુવિધા માટે આ નિર્ણય લેવાયો

ભાવનગર, તા.૨૩
ટ્રેન નંબર ૦૯૨૧૦ ભાવનગર ટર્મિનસ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ૨૯ ઑગસ્ટ, ૨૦૨૫ (શુક્રવાર)ના રોજ ભાવનગર ટર્મિનસથી રાત્રે ૨૦.૨૦ વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે ૧૦.૨૦ વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર ૦૯૨૦૯ બાંદ્રા ટર્મિનસ - ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ૩૦ ઑગસ્ટ, ૨૦૨૫ (શનિવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી બપોરે ૧૩.૫૦ વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે ૦૪.૩૦ વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
૦૨-આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, સોનગઢ, ધોલા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૃચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એ.સી. ૨-ટિયર, એ.સી. ૩-ટિયર, સ્લીપર અને દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચ રહેશે.૦૩-ટ્રેન નંબર ૦૯૨૧૦ અને ૦૯૨૦૯ માટે ટિકિટોની બુકિંગ ૨૪.૦૮.૨૦૨૫ (રવિવાર)થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૃ થશે. આ ટ્રેનના ઠહરાવ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇx www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
