<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

વડોદરાની ૨૧ વર્ષની વિદ્યાર્થિનીએ બનાવી સોલાર પાવરથી ચાલતી વર્દી

સૈનિકોને રીતે થશે મદદરૃપઃઆ વર્દી હાલ પરીક્ષણના તબક્કામાં છે તેની આશા છે કે, ભારતીય સેના તેના આ ઇનોવેશનને અપનાવે

વડોદરા, તા.૨૩

ગુજરાતના વડોદરમાં રહેતી ૨૧ વર્ષીય ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થિની ખુશી પઠાણે ભારતીય સૈનિકો માટે સૌર ઊર્જાથી ચાલતી અનોખી વર્દી તૈયાર કરી છે. પોતાના રિસર્ચ પ્રોજેક્ટ હેઠળ ખુશીએ આ વર્દી બનાવી છે. આ ખાસ વર્દીની મદદથી સૈનિક ન ફક્ત પોતાના ઉપકરણોને ચાર્જ કરી શકશે પરંતુ, તેની મદદથી દર વખતે પોતાના યુનિટ સાથે જોડાઈ રહેવામાં પણ મદદ મળશે.

ખુશીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ખાસ વર્દી પર કામ કરવાનું શરૃ કર્યું અને છ મહિનાની મહેનત બાદ ડિઝાઇન પૂરી કરી. આ વર્દીને ડિઝાઇન કરતા પહેલા તેણે ૧૦-૧૨ સામાન્ય લોકો અને ચારથી પાંચ સેવારત અધિકારીઓનું માર્ગદર્શન પણ લીધું હતું.

નોંધનીય છે કે, ખુશીની આ ખાસ ઊર્જા ઉત્પન્ન કરતી વર્દીમાં વાયર માટે ખાસ જગ્યા બનાવવામાં આવી છે. જેનાથી વર્દી હલકી અને લવચક બને છે અને તેની સૈન્ય ગરિમા પણ જળવાઈ રહે છે.

આ વર્દી હાલ પરીક્ષણના તબક્કામાં છે. તેની આશા છે કે, ભારતીય સેના તેના આ ઇનોવેશનને અપનાવે.

(10:26 PM IST)