<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

ગરુડેશ્વરના વઘરાલી ગામે જુગાર પર પોલીસ ત્રાટકી : ૭૬ હજારનો મુદામાલ પકડી 10 સામે ગુનો દાખલ કર્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલા વઘરાલી ગામમાં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી મુદામાલ ઝડપી દસ જુગારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે
    મળતી માહિતી મુજબ ગરુડેશ્વર પોલીસ ને મળેલી બાતમી ના આધારે વઘરાલી ગામે મેડીયા ફળીયામાં રેડ કરતા ત્યાં જુગાર રમતા(૧) જીવણભાઇ ગણેશભાઇ તડવી (રહે.વઘરાલી બાર ફળીયું (૨) કનુભાઇ મકનભાઇ તડવી (રહે.વધરાલી મેડીયા ફળીયું)  (૩) ભાનુભાઇ શંકરભાઈ તડવી (રહે.વઘરાલી પટેલ ફળીયું ) (૪) સુરેશભાઈ શંકરભાઈ તડવી (રહે..વઘરાલી પટેલ ફળીયું ) (૫) રાજેન્દ્રભાઇ જગદિશભાઇ તડવી, (રહે.વધરાલી મેડિયા ફળીયું ) (૬) ગણપતભાઇ શનાભાઇ તડવી (રહે. વધરાલી મેડિયા ફળીયું ) (૭) વિષ્ણુભાઇ અરવિંદભાઇ તડવી ( રહે.વઘરાલી મંદિર ફળીયું)  (૮) પ્રવિણભાઇ કાલીદાસ તડવી ( રહે. વઘરાલી મેડિયા ફળીયુ ) (૯) સચીનભાઈ સુખરામભાઇ તડવી ( રહે,વધરાલી મેડિયા ફળીયું ) નાઓ રેઇડ દરમ્યાન પકડાઇ જતા તેઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૮,૩૩૦ તથા દાવ ઉપરથી મળી આવેલ રોકડા રૂ.૨,૭૫૦ તથા વીવો કંપનીના મોબાઇલ નંગ-૧ કિં.રૂ.૫૦૦૦ તથા તથા શાઇન મો.સા. નંબર જી.જે.૨૨-કક્યુ-૩૧૩૫ જેની કિ.રૂ.૨૦,૦૦૦ ગણી શકાય તથા બજાજ પલ્સર મો.સા.નંબર જી.જે.૨૨-ડી-૮૭૬૨ કિ.રૂ.૨૦,૦૦૦ ગણી શકાય તથા સ્પ્લેન્ડર પ્રો મો.સા.નંબર જી.જે.૨૨-એફ-૩૦૩૬ જેની કિ.રૂ.૨૦,૦૦૦ ગણી શકાય મળી કુલ રૂ.૭૬,૦૮૦ ના જુગારના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોય તેમજ (૧૦) જશુભાઈ ગોવિંદભાઈ તડવી( રહે. વધરાલી મેડીયા ફળીયુ તા.ગરૂડેશ્વર જિ.નર્મદા) નાઓ રેઇડ દરમ્યાન ભાગી જઇ ગુનો કરતા ગરુડેશ્વર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે


 

(11:37 PM IST)